VAISHVIK VAYADA VANIK GNATI :: vayvaset.in, VAISHVIK VAYADA VANIK GNATI Community, VAISHVIK VAYADA VANIK GNATI Religious information, VAISHVIK VAYADA VANIK GNATI VASTIPATRAK, VAISHVIK VAYADA VANIK GNATI Matrimonial Search, VAISHVIK VAYADA VANIK GNATI Members Search, VAISHVIK VAYADA VANIK GNATI Samaj's News and Events, VAISHVIK VAYADA VANIK GNATI Member Search by Name, Surname, City, area, Education, Occupation, Blood group, VAISHVIK VAYADA VANIK GNATI Samaj, VAISHVIK VAYADA VANIK GNATI samaj, VAISHVIK VAYADA VANIK GNATI community, VAISHVIK VAYADA VANIK GNATI relative, VAISHVIK VAYADA VANIK GNATI Samaj Statistical data, VAISHVIK VAYADA VANIK GNATI Vasti Booklet,VAISHVIK VAYADA VANIK GNATI world, VAISHVIK VAYADA VANIK GNATI Religion, vayvaset.in, India
Shri Vayada Vanik Gnati Wel comes You, Guest (Please Register/Login)
Login Contact Us
વાયડ માં માતાજી ના દર્શન નો સમય સવારે ૮:૩૦ કલાક થી બપોરે ૧:૦૦. કલાક સુધી બપોરે ૩:૦૦. કલાક થી સાંજે. ૬:૩૦. કલાક સુધી. બપોરે ૧:૦૦ કલાક થી ૩:૦૦ કલાક સુધી મંદિર બંધ રહેશે. વાયડા વણિક શ્રી વાયડ સંસ્થા પ્રિય મુલાકાતી, આપની માનીતી વેબસાઈટ પર આપનું સ્વાગત છે. સમસ્ત વાયડા વણિક જ્ઞાતિના પરિવારોને સાંકળતું આ પ્લેટફોર્મ આપને, જ્ઞાતિની પ્રવૃત્તિઓ તથા કાર્યકારી સંસ્થાઓ વિષે જ્ઞાત કરશે તથા જ્ઞાતિ ઉપયોગી માહિતીનું આદાન-પ્રદાન કરશે.
 

Eligible BachelorMore

No Groom Available For Matrimonial

Beautiful BacheloretteMore

No Bride Available For Matrimonial

Eligible BachelorMore

No Groom Available For Matrimonial

Beautiful BacheloretteMore

No Bride Available For Matrimonial

Admin
26 Mar 2021, 1:32:35 PM
 
*જાગૃત મતદાર : અચુક મતદાન*

*લેખક : રિપલકુમાર પરીખ*

તારીખ : ૯-૨-૨૦૨૧


આપણા ગુજરાત રાજ્ય માં તારીખ ૨૧ અને ૨૮ ફેબ્રુઆરી ના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે, એટલે કે મહાનગરપાલિકા, નગરપાલિકાની અને જિલ્લા પંચાયતો ની ચુંટણીઓ યોજાનાર છે , અને તે માટે ચુંટણી પંચ, પોલીસ, સરકારી અધિકારીઓ , શિક્ષકો, ચુંટણી અધિકારીઓ ચુંટણી નિષ્પક્ષ અને સારા વાતાવરણમાં યોજાય તેની તૈયારીઓ માં લાગી ગયા છે. તેઓ આપણા એક વોટ માટે એક મહીના ઉપરાંત થી અનેક તૈયારી કરી રહ્યા છે, જેમાં તેઓ ની ટ્રેનીંગ, મિટિંગ ઉપરાંત આ વખતે કોરોના ના ફેલાય તેની પણ વિશેષ કાળજી રાખી ને તેઓ મતદાન કરાવવાની પુરજોશમાં તૈયારીઓ કરી રહ્યા છે.

તેઓ ની આટલી બધી તૈયારી છતાં પણ ક્યારેય ૧૦૦ ટકા મતદાન થયું નથી, કેમ? તે પ્રશ્ન આપણે દરેકે પોતાને પુછવો જોઈએ. શું આપણે મતદાન કરીએ છીએ? , શું આપણા ઘરમાં થી દરેક વ્યક્તિ મતદાન કરે છે?, શું આપણી સોસાયટી , ફ્લેટ માંથી દરેક વ્યક્તિ મતદાન કરે છે? , જો ના તો આપણે તેમને મતદાન કરવા માટે સમજાવીએ છીએ? ઘણા લોકો આળસ, કામ ના બહાને, બહાર જવાનું કે બિમારી નું બહાનું કાઢીને મતદાન નથી કરતા હોતા, પણ લોકશાહી માટે આ વાત બરાબર નથી, મતદાન કરવા ના જવા વાળા લોકો પછીથી જે તે સરકાર નો વાંક કાઢે છે, શું આ યોગ્ય છે? આપણી સરકાર ચુંટવા માટે આપણી પાસે આ એક સોનેરી તક છે, જે આપણને મળી છે, તો આ તક નો ઉપયોગ કરીને આપણે સારા અને દેશપ્રેમી ઉમેદવાર ને ચોક્કસ મત આપીએ, અને આપણી ફરજ નિભાવીએ.

આ વખતે ચુંટણી માં યુવાન મતદારો પણ હોવાના છે, તો આ યુવાનો પણ ચોક્કસ મતદાન કરે અને સારા અને દેશપ્રેમી ઉમેદવાર ને તેમનો કિંમતી મત આપે તે ખુબ જરૂરી છે. લોકશાહી નો આ ઉત્સવ છે, તમારા એક મત થી તમારી પોતાની સરકાર બને છે, ચુંટાયેલા પ્રતિનિધિઓ આપણા શહેરની સુવિધાઓ ને વધુ સુદ્રઢ બનાવવા ના કામો કરવાનાં છે, આ ચુંટણીમાં મહાનગરપાલિકા અને નગરપાલિકા ના વિકાસ ના મુદ્દે મતદાન કરીશું તથા તેમના માં જાતિવાદ થી આગળ દેશપ્રેમ હોય તેમને આપણો કિંમતી મત આપીને બહુમતી થી વિજયી બનાવીશું.

અબ્રાહમ લિંકને લોકશાહી ની સરળ વ્યાખ્યા કરતાં કહ્યું હતું કે, " લોકશાહી એટલે લોકો દ્વારા, લોકો વડે અને લોકો માટે ચાલતી સરકાર. " આપણો ભારત દેશ લોકશાહી દેશ છે, અહીં ભારત ના દરેક પુખ્ત નાગરિક ને લોકશાહી માં શાસન ચલાવવા નો, કે તેમાં હિસ્સેદાર થવાનો અને સરકાર ને ચુટવાનો અધિકાર પ્રાપ્ત છે, હવે આ સમય આપણો છે કે આપણે કેટલા જાગૃત છીએ કારણકે જાગૃત લોકો અને જાગૃત મતદાર જ લોકશાહી નો પ્રાણ છે, અહીં ભારતમાં મતદાન ફરજિયાત નથી કરવામાં આવ્યું, પરંતુ ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ અને બ્રાઝીલ જેવા કેટલાક દેશોમાં ફરજિયાત મતદાન ની પ્રણાલી છે.

ગયા વર્ષે લોકડાઉન માં જ્યારે લોકો ના ધંધા રોજગાર બંધ હતા, ત્યારે જે પક્ષે અને ઉમેદવારે ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને અનાજ અને ઘરવખરી ની ચીજવસ્તુઓ પુરી પાડી હતી, તે પક્ષ અને તે ઉમેદવારો નો આભાર માનવા નો આ એક સુવર્ણ અવસર છે, કે એ સારા વ્યક્તિ અને પક્ષ ને આગળ લાવીએ જેથી તેઓ દેશહિત અને સામાન્ય વ્યક્તિ ની સમસ્યાઓ ને સમજે અને તે સમસ્યા નો ઉકેલ લાવે.

*મતદાન ની શપથ*

* મારો મત મૂલ્યવાન છે અને હું કોઈ પણ સંજોગોમાં મતદાન કરીશ જ .

* હું મારા મતનું મૂલ્ય સમજીને યોગ્ય પક્ષના યોગ્ય ઉમેદવાર ને જ મત આપીશ.

* હું બીજાને વિવેકપૂર્વક નો મત આપવા પ્રવૃત્ત કરીશ અને મદદ પણ કરીશ.

* હું મત આપતા પહેલાં ની બધી જ પૂવૅતૈયારી કરીશ અને કરાવીશ,

કારણકે

મતદાન નું પુણ્ય તીથૅયાત્રા ના પુણ્ય જેટલું જ છે.

મતદાન એ પણ રાષ્ટ્રસેવા નો એક પ્રકાર જ છે.

*મતદાન એ શ્રેષ્ઠ દાન.*

Likes(0) Comment(0)
Admin
03 Mar 2021, 12:00:48 PM
 
THIS IS NICE WEBSITE.

Likes(2) Comment(0)
2 people like this